HomeGujaratહળવદ શહેરમાં રૂ. 1.61 કરોડના પાણી પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરતા નગરપાલિકાનાં પ્રમુખ 

હળવદ શહેરમાં રૂ. 1.61 કરોડના પાણી પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરતા નગરપાલિકાનાં પ્રમુખ 

Advertisement
Advertisement

હળવદ શહેરમાં રૂ. 1.61 કરોડના પાણી પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરતા નગરપાલિકાનાં પ્રમુખ

હળવદ: હળવદ શહેરમાં પીવાના પાણીની સુવિધા વધુ મજબૂત બનાવવા હળવદ નગરપાલિકા દ્વારા દરબાર નાકા વોટર વર્ક્સ ખાતે રૂ. 1.25 કરોડના ખર્ચે 10 લાખ લિટર ક્ષમતાની ઓવરહેડ પાણીની ટાંકી (ESR) તેમજ રૂ. 36 લાખના ખર્ચે પાણી પુરવઠા સંબંધિત વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારની “જલ સે નલ” યોજના હેઠળ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના પ્રયત્નોથી મંજૂર થયેલા આ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત હળવદ નગરપાલિકાના પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ યોજના પૂર્ણ થયા બાદ શહેરના વોર્ડ નં. 1, 3, 4, 5 અને 6 સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો નાગરિકોને વધુ દબાણ સાથે નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. સાથે જ પાણીના સંગ્રહમાં વધારો થતાં ઉનાળામાં પણ પાણી પુરવઠાની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે અને ભવિષ્યમાં વધતી વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવામાં સરળતા રહેશે.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે શહેરના દરેક નાગરિક સુધી પૂરતું અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવું સરકાર અને નગરપાલિકાની પ્રાથમિકતા છે. આ યોજના પૂર્ણ થતાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે.
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિવિધ સમિતિઓના ચેરમેન, સભ્યો, નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત શહેરના આગેવાનો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાએ આગામી સમયમાં પણ શહેરના સર્વાંગી વિકાસ માટે આવા લોકહિતના વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

RELATED ARTICLES

Most Popular