કીડી ગામે જુગારધામ પર પોલીસનો દરોડો : 6 શખ્સ ઝડપાયા
હળવદ તાલુકાના કીડી ગામની સીમમાં આવેલી એક વાડીની ઓરડીમાં ચાલી રહેલા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 56,600નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે કીડી ગામે રણજીતસિંહ અજીતસિંહ ઝાલાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઓરડીમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાનું સામે આવતા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં રણજીતસિંહ અજીતસિંહ ઝાલા, લખનસિંહ બટુકસિંહ ઝાલા, રમેશભાઈ બચુભાઈ મહાલીયા, રાણાભાઈ વિરમભાઈ ઉઘરેજા, દશરથસિંહ મનહરસિંહ ઝાલા તથા મુકેશભાઈ જાદવજીભાઈ ફુલતરીયાની અટકાયત કરવામાં આવી છે.
હળવદ પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એસ. ભટ્ટ અને પોલીસ સ્ટાફે સફળ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


