HomeGujaratહળવદમાં નગરપાલિકાએ મંજૂરી વિના રોડની કામગીરી કરતા ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના અધિકારીએ અટકાવી...

હળવદમાં નગરપાલિકાએ મંજૂરી વિના રોડની કામગીરી કરતા ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના અધિકારીએ અટકાવી નોટીસ આપી

Advertisement
Advertisement

હળવદમાં નગરપાલિકાએ મંજૂરી વિના રોડની કામગીરી કરતા ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના અધિકારીએ અટકાવી નોટીસ આપી

“વાડ ચીભડા ગળે” કહેવત હળવદમાં ફરી એકવાર સાબિત થતી જોવા મળી રહી છે. સામાન્ય લોકોના મંજૂરી વગરના બાંધકામ સામે કડક કાર્યવાહી કરતી હળવદ નગરપાલિકા હવે પોતે જ સવાલોના ઘેરામાં આવી છે. શહેરી વિકાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આરસીસી રોડના કામમાં નિયમોનું ઉલ્લંઘન થયાનું સામે આવ્યું છે. નર્મદા વિભાગે મંજૂરી વગર કેનાલ પર થઈ રહેલી કામગીરી અટકાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
વી.ઓ :
હળવદ નગરપાલિકા દ્વારા આશરે ચાર કરોડ રૂપિયાના ખર્ચે શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર શાખાની ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલ ઉપર પણ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
પરંતુ આ કામગીરી નર્મદા વિભાગની મંજૂરી વગર તેમજ કેનાલને નુકસાન પહોંચાડે તેવી રીતે કરવામાં આવી રહી હોવાના આક્ષેપો વચ્ચે નર્મદા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એચ.કે. રાઠોડે સ્થળ પર પહોંચી કામગીરી અટકાવી દીધી હતી.
આ ઘટનાએ હવે અનેક સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે નગરપાલિકા મંજૂરી વગરના બાંધકામો સામે લાલ આંખ કરીને ડિમોલેશન સુધીની કાર્યવાહી કરતી હોય છે, ત્યારે હવે ખુદ નગરપાલિકા દ્વારા જ બિનઅધિકૃત રીતે રોડનું કામ શરૂ કરવામાં આવતા લોકોમાં ચર્ચાઓ જાગી છે.
મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલોરિયાનો પક્ષ જાણવા ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ કરવાની તસ્દી લીધી નહોતી.
હાલ નર્મદા વિભાગના આદેશ બાદ કામગીરી બંધ કરી દેવામાં આવી છે, પરંતુ સરકારી નાણાંના આ પ્રકારના વપરાશ અને નિયમોના ઉલ્લંઘનને લઈ અનેક સવાલો ઊભા થયા છે.

RELATED ARTICLES

Most Popular