HomeGujaratજ્ઞાનસાધના પરીક્ષામાં એરવાડિયા યુગ ૯૯.૭% સાથે જિલ્લામા પ્રથમ, તક્ષશિલા સંકુલના ૧૨ વિદ્યાર્થી...

જ્ઞાનસાધના પરીક્ષામાં એરવાડિયા યુગ ૯૯.૭% સાથે જિલ્લામા પ્રથમ, તક્ષશિલા સંકુલના ૧૨ વિદ્યાર્થી મેરિટમાં

Advertisement
Advertisement

જ્ઞાનસાધના પરીક્ષામાં એરવાડિયા યુગ ૯૯.૭% સાથે જિલ્લામા પ્રથમ, તક્ષશિલા સંકુલના ૧૨ વિદ્યાર્થી મેરિટમાં

હળવદ તાલુકામાં જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષાના પરિણામોએ શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવ વધાર્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામોમાં તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે.
આ પરીક્ષામાં માનગઢ ગામના વતની અને હાલ હળવદ સ્થિત તક્ષશિલા સંકુલમાં અભ્યાસ કરતા એરવાડિયા યુગ ઘનશ્યામભાઈએ ૯૯.૭ ટકા સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ડંકો વગાડ્યો છે. તેમની આ સિદ્ધિથી પરિવાર, શાળા તેમજ સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ છે.
જ્ઞાનસાધના પરીક્ષામાં જનરલ નોલેજ, રિજનિંગ, ગણિત પઝલ અને સામાન્ય વિષયોના પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં યુગ એરવાડિયાએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. સફળતા અંગે યુગે જણાવ્યું હતું કે તેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં હંમેશા રસ રહ્યો છે અને તક્ષશિલા સંકુલ દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક કોચિંગ ક્લાસિસથી તેને ખૂબ મદદ મળી છે.
આ ઉપરાંત, શાળા કક્ષાએ ટોપ થ્રીમાં સ્થાન મેળવનાર પાર્થ મકવાણા અને ત્વિશા હડિયલે પણ પોતાની સફળતા માટે સંકુલ દ્વારા આપવામાં આવેલા ફ્રી ક્લાસિસને શ્રેય આપ્યો હતો. પરીક્ષામાં શાહનવાજ અંસારી ચોથા અને હિમાંશુ સોલંકી પાંચમા ક્રમે રહ્યા હતા.
તક્ષશિલા સંકુલના કુલ ૧૨ વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન મેળવનાર હોવાને કારણે શાળા પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી છે. સંકુલના સંચાલકમંડળ અને શિક્ષકવર્ગ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular