મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સહ સંયોજકની જવાબદારી વલ્લભભાઈ પટેલને સોંપાઈ
મોરબી જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને રાજકીય ચહલપહલ તેજ બની છે. આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી, મોરબી જિલ્લા દ્વારા ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ બનાવવા માટે મુખ્ય જવાબદારીઓની નિમણૂક કરવામાં આવી છે.પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા યાદી અનુસાર સંયોજક તરીકે નરેન્દ્રસિંહ જાડેજા જ્યારે સહ-સંયોજક તરીકે નિખિલભાઈ કોટક,કનુભાઈ કાંસાગરા અને વલ્લભભાઈ ખાવડિયાને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ આગેવાનો પાર્ટીના વિવિધ સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકામાં રહી ચૂક્યા છે.
આ નિમણૂકો સાથે મોરબી જિલ્લામાં ભાજપે ચૂંટણી માટે તજવીજ શરૂ કરી દીધી છે જેમાં વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા મજબૂત સંગઠન અને સુવ્યવસ્થિત આયોજન સાથે આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.


