HomeCrimeહળવદ તાલુકાના ધુળકોટ ગામે માતાજીના મંદિરમાં ચોરીનો બનાવમાં ફરીયાદ દાખલ

હળવદ તાલુકાના ધુળકોટ ગામે માતાજીના મંદિરમાં ચોરીનો બનાવમાં ફરીયાદ દાખલ

Advertisement
Advertisement

હળવદ તાલુકાના ધુળકોટ ગામે માતાજીના મંદિરમાં ચોરીનો બનાવમાં ફરીયાદ દાખલ

હળવદ તાલુકાના ધુળકોટ ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ તા. 17-03ના રોજ રાત્રિના સમયે મંદિરને નિશાન બનાવી અંદાજે રૂા. 75 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરીમાં મંદિરમાંથી ચાંદીના છત્તર, એક મુગટ તેમજ  સોનાના છત્તર સહિતના કિંમતી ધાર્મિક આભૂષણોની ઉઠાંતરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ મંદિરમાં સેવા આપતા અને ગામજનોમાં ચકચાર મચી ગઈ હતી.
આ બનાવ અંગે ધુળકોટ ગામના અર્જુનસિંહ જાડેજાએ ગતકાલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને અજાણ્યા ચોરોને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular