રમતગમત ક્ષેત્રે સાંદિપની ઇંગ્લિશ સ્કૂલની દીકરીઓની ગૌરવ – મોરબી વહીવટી તંત્ર દ્વારા આયોજિત સન્માન સમારોહમાં હળવદની ૪ દીકરીઓ અને કોચનું વિશિષ્ટ સન્માન
તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ, મોરબી દ્વારા રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓ માટે એક વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હળવદની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સાંદિપની ઇંગ્લિશ સ્કૂલની ચાર તેજસ્વી દીકરીઓએ પોતાની સિદ્ધિ બદલ મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંદિપની સ્કૂલની નીચે મુજબની દીકરીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી.દેવાંશી ભટ્ટ,નમ્રતાબા જાડેજા,નિહારિકા ગોસાઈ,નીરજા વિઠલાપરા
માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ આ દીકરીઓને મેદાન પર પરસેવો પાડવા મજબૂર કરનાર અને સચોટ માર્ગદર્શન આપનાર સ્કૂલના કોચ જીતેન્દ્ર આચાર્યની કામગીરીને પણ વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવી હતી. તેમના ઉત્કૃષ્ટ કોચિંગના પરિણામે જ આજે હળવદની દીકરીઓ રમતગમત ક્ષેત્રે ડંકો વગાડી રહી છે.
“શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે દીકરીઓ આગળ વધે તે આજના સમયની માંગ છે. અમારી શાળાની ચાર-ચાર દીકરીઓનું જિલ્લા કક્ષાએ સન્માન થાય તે સમગ્ર હળવદ પંથક માટે આનંદની વાત છે. આ સફળતા પાછળ દીકરીઓની મહેનત અને કોચ જીતેન્દ્ર આચાર્ય નું સમર્પણ છે. હિતેન ઠક્કર (ટ્રસ્ટી, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ – હળવદ આ ગૌરવપૂર્ણ અવસરે સંસ્થાના ટ્રસ્ટી હિતેનભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે વિજેતા દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સફળતાથી સાંદિપની સ્કૂલ અને હળવદ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..


