HomeCrimeહળવદ પોલીસે પાવડરની બોરીઓની આડમાં અંગ્રેજી દારૂની હેરાફેરી ઝડપી, 15 લાખનો મુદ્દામાલ...

હળવદ પોલીસે પાવડરની બોરીઓની આડમાં અંગ્રેજી દારૂની હેરાફેરી ઝડપી, 15 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement
Advertisement

હળવદ તાલુકામાં પોલીસને મોટી સફળતા મળી છે. સુખપર ગામ પાસે પોલીસે એક ટ્રકમાંથી મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂને સફેદ પાવડરની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી પસાર થતા અમદાવાદ–હળવદ–માળીયા હાઇવે રોડ પર સુખપર ગામ નજીક રામદેવ હોટલના પાર્કિંગમાં ઉભેલી એક શંકાસ્પદ ટ્રક પર પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અશોક લેલેન્ડ ટ્રક નંબર RJ-52-GA-9204 માંથી સફેદ પાવડરની બોરીઓની આડમાં છુપાવેલ અંગ્રેજી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ટ્રકમાંથી અંગ્રેજી દારૂની કુલ 4223 બોટલ જપ્ત કરી હતી, જેની કિંમત રૂપિયા 4,64,600 થાય છે. સાથે જ ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 15,14,165 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે ટ્રક ચલાવતા આરોપી જાન મહંમદ અબ્દુલ રસીદ, રહે. રાજસ્થાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી. ટાપરિયા તથા પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular