HomeCrimeહળવદના ચુંપણી ગામ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ - મોરબી કોર્ટનો ચુકાદો

હળવદના ચુંપણી ગામ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ – મોરબી કોર્ટનો ચુકાદો

Advertisement
Advertisement

હળવદના ચુંપણી ગામ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ – મોરબી કોર્ટનો ચુકાદો

 

હળવદના ચુંપણી ગામમાં  થયેલી હત્યાના બનાવમાં મોરબીની કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

બનાવની વિગતો મુજબ ફરિયાદી ભરતભાઈ રામાભાઈ ઓળકીયાની ફરિયાદ મુજબ તા. 26/03/2024 ચુંપણી ગામના ઝાંપા પાસે હત્યાનો બનાવ બન્યો હતો. બનાવના ચાર દિવસ પહેલા આરોપી ગણેશભાઈ અને મરણજનાર રામાભાઈ તથા તેમની પત્ની વાલીબેન અલગ-અલગ મોટરસાયકલ લઈને દ્વારકા દર્શન માટે ગયા હતા. તે સમયે આરોપી પાછળ રહી જતા મરણજનારે તેમની રાહ ન જોયા હોવાની બાબતે મનદુઃખ રાખી આરોપીએ ઝઘડો કર્યો હતો.આ બાબતનો ખાર રાખી આરોપીએ રામાભાઈને પોતાની વાડીના શેઢે આવવાની ના પાડી હતી. બાદમાં ચુંપણી ગામના ઝાંપા પાસે આરોપીએ રામાભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. છાતી, પેટ અને ડાબી બાજુના પડખામાં જીવલેણ ઘા મારતા રામાભાઈનું મોત નિપજ્યું હતું. દરમિયાન વાલીબેનને પણ છરી વડે જમણા હાથની હથેળીમાં ઇજા પહોંચાડવામાં આવી હતી.આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી વ્યાસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દ્વારા દલીલો કરવામાં આવી હતી. કોર્ટમાં 22 મૌખિક સાક્ષી અને 42 દસ્તાવેજી પુરાવા રજૂ થયા હતા.તમામ પુરાવા અને દલીલોને આધારે કોર્ટે આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયાને આઈ.પી.સી. કલમ 302 મુજબના ગુન્હામાં આજીવન કેદની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 2 માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. આઈ.પી.સી. કલમ 324 ના ગુન્હામાં 1 વર્ષની કેદ અને રૂ.1 હજારનો દંડ ફટકાર્યો છે. આ દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજાનો હુકમ કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular