HomeCrimeહળવદના ચરાડવા ગામેથી અંગ્રેજી દારૂ ઝડપાયો - આરોપી ફરાર

હળવદના ચરાડવા ગામેથી અંગ્રેજી દારૂ ઝડપાયો – આરોપી ફરાર

Advertisement
Advertisement

હળવદના ચરાડવા ગામેથી અંગ્રેજી દારૂ ઝડપાયો – આરોપી ફરાર

હળવદ તાલુકામાં પોલીસ દ્વારા દારૂ વિરોધી અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચરાડવામા પોલીસ દ્વારા શંકાસ્પદ હલચલને ધ્યાનમાં રાખીને વોચ ગોઠવવામાં આવી હતી.મળતી માહિતી મુજબ હળવદ પોલીસે ચરાડવા ગામ નજીક શંકાસ્પદ રીતે એક્સેસ મોટરસાયકલ પર પસાર થઈ રહેલા આરોપી આમીન અનવરભાઈ કાજેડીયા (રહે. ચરાડવા)ને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે અટકાવવાનો સંકેત આપતા જ આરોપી વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.પોલીસે એક્સેસ મોટરસાયકલની તલાશી લેતા તેની અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 36 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 36,000 થાય છે. ઉપરાંત 30,000 રૂપિયાની કિંમતનું બાઈક મળી આવતાં કુલ રૂપિયા 66,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને દબોચી લેવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular