હળવદની તક્ષશિલા સંકુલમાં ચાલતા નવોદય અને જ્ઞાનસેતુના કોચિંગ ક્લાસનો CET રિઝલ્ટમા દબદબો
નૈતિક કિશોરભાઈ દલસાણિયાએ ૮૦ માર્કસ મેળવી CET મા શાળાકક્ષાએ પહેલો નંબર મેળવ્યો
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર થયુ. આ પરીક્ષાના મેરિટ દ્વારા વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુ સ્કોલરશિપ માટે રજિસ્ટ્રેશન કરી શકે છે તેમજ રક્ષાશક્તિ રેસિડેન્સીયલ સ્કુલમા નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે. તક્ષશિલા સંકુલમાં નવોદય, સૈનિક સ્કુલ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે કોચિંગ ક્લાસ ચાલુ છે. આ તક્ષશિલા કોચિંગ ક્લાસના નૈતિક કિશોરભાઈ દલસાણિયાએ આ CET ના રિઝલ્ટમાં 80 માર્ક્સ મેળવી ડંકો વગાડ્યો છે. સાથે સાથે શાળાના કાઠિયા દિગ્વિજય, સૌમ્ય સિણોજિયા, વેદાંગ કણજરિયા, ગોહિલ દક્ષરાજ, ચાવડા હેતાંશી, સંઘાણી રુદ્ર, પટેલ હેત, વિવેક કણજરિયા પ્રિન્સ મારડિયા, વંશ ધોળકિયા અને ઝાલા અભિરાજે મેરિટમાં આવી ઝળહળતી સફળતા મેળવી છે. રેન્કર વિદ્યાર્થીઓને શાળાના એમડી ડો મહેશ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને તિરંગાના ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા. આ તક્ષશિલા કોચિંગ ક્લાસના ગુજરાતી કોચ જયંતિભાઈ, ગણિત કોચ પ્રિન્સીબેન, અવંતિકાબેન, હેમાબેન,રિઝનિંગ કોચ એકતાબેને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.


