હળવદની સાંદિપની સ્કુલનો સુરત ખાતે ખેલ મહાકુંભની આર્ટિસ્ટિક સ્કેટિંગ સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા
ગુજરાત સરકાર દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘ખેલ મહાકુંભ’ અંતર્ગત તાજેતરમાં ૧૫ અને ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન સુરત ખાતે રાજ્ય કક્ષાની આર્ટિસ્ટિક સ્કેટિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબી જિલ્લા ની આગેવાની કરી સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ, હળવાદ ના સ્કેટર્સે શાનદાર પ્રદર્શન કરી મેડલ મેળવીને સમગ્ર મોરબી જિલ્લા નું નામ રોશન કર્યું છે.
અન્ડર-૧૪ ગર્લ્સ ક્વાર્ટેટ ટીમ:
1, ભટ્ટ દેવાંશી
2, ગોસાઈ નિહારિકા
3, જાડેજા નમ્રતાબા
4, વિઠલાપરા નીરજા
રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં આર્ટિસ્ટિક સ્કેટિંગની ગર્લ્સ ટીમ ગેમમાં આ દીકરીઓએ પોતાનું ઉત્કૃષ્ટ કૌશલ્ય અને તાલબદ્ધતા બતાવીને સમગ્ર રાજ્યમાં સિલ્વર મેડલ (રજત ચંદ્રક) હાંસલ કર્યો છે.
અન્ડર-૧૪ બોયઝ ક્વાર્ટેટ ટીમ:
1, ચૌહાણ ધર્મરાજ
2, સરવૈયા સામજી
3, પરમાર રાહુલ
4, કારેણા શ્રેયાંશ
તેવી જ રીતે બોયઝ ટીમ ગેમમાં પણ આ ખેલાડીઓએ રમત પ્રત્યેની ચપળતા દાખવીને બ્રોન્ઝ મેડલ (કાંસ્ય ચંદ્રક) પ્રાપ્ત કર્યો છે.આ તમામ ખેલાડીઓ જાણીતા કોચ જીતેન્દ્ર આચાર્ય ના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યા છે. કોચ જીતેન્દ્ર આચાર્યની સખત મહેનત, અનુભવ અને ખેલાડીઓના સમર્પણને કારણે આજે રાજ્ય કક્ષાએ આ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.વિજેતા ખેલાડીઓને તેમના કોચ, વાલીઓ, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ ના ટ્રસ્ટી હિતેન ઠક્કર અને મોરબી જિલ્લા રમતગમતઅધિકારી તથા મોરબી જિલ્લા સિનિયર કોચ ( SAG) રવિભાઈ ચૌહાણ તથા રમતગમત પ્રેમીઓ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ જીતથી મોરબી સ્કેટિંગ જગતમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે.


