મોરબી જિલ્લા ભાજપમાં હોદ્દેદારોની વરણી, પ્રહલાદભાઈ પરમાર જિલ્લા મંત્રી નિયુક્ત
મોરબી જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા ભાજપ મંત્રી તરીકે સુંદરગઢના વતની પ્રહલાદભાઈ લાલજીભાઈ પરમાર (દલવાડી)ની નિયુક્તિ કરવામાં આવી છે.પ્રહલાદભાઈ પરમાર લાંબા સમયથી પક્ષ સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ નિભાવતા આવ્યા છે. પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને સંગઠનાત્મક કામગીરીને ધ્યાનમાં રાખી તેમને જિલ્લા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.તેમની નિમણૂકને પગલે હળવદ તાલુકાના દલવાડી સમાજના આગેવાનો તેમજ મોરબી જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી છે. આગેવાનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે પ્રહલાદભાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પાર્ટી સંગઠન વધુ મજબૂત બનશે.જિલ્લા રાજકીય વર્તુળોમાં આ નિયુક્તિને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


