કેદારીયામા ભીખાબાપાની શ્રી મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન – ગુરુવારે ડાકની રમઝટ
હળવદ તાલુકાના દેદારીયા ગામે શ્રી ચામુંડા માતાજી તથા શ્રી મેલડી માતાજીના નવરંગા માંડવો તેમજ શિહોરા પરીવારના દિકરાના કર ,ડાકની રમઝટ સહિત મહાપ્રસાદનું આયોજન કેદારીયા સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે.
હળવદના કેદારીયા ગામે શ્રી ચામુંડા માતાજી તથા મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન 28-1-26 કરવામાં આવ્યું છે જેમાં વિષ્ણુભાઈ જાદવભાઈ સિહોરાના પુત્ર નવીન, જગદીશભાઈ જાદવભાઈ સિહોરાના પુત્ર સુનિલ,કિશન જાદવભાઈ સિહોરાના પુત્ર તથા નિકુલ ભુપતભાઈ સિહોરાના દિકરાઓના કર લેવાના છે માતાજીના નવરંગા માંડવામા ડાકલાની રમઝટ 29-1-26 ને ગુરુવારે ભરતભાઈ કુંઢીયા, વિશાલભાઈ, સાગરભાઇ સહિતના ડાકલાની રમઝટ બોલાવશે તો સાથે જ માતાજીના ભુવા વિઠ્ઠલભાઈ ભીખાભાઈ સિહોરા ચામુંડા માતાજીના ભુવા અને જયંતીભાઈ જાદુભાઈ સિહોરા મેલડી માતાજીના ભુવા સિહોરા પરીવારને રૂડાં આશિર્વાદ આપશે.કેદારીયા ગામે યોજાનાર નવરંગા માંડવાનું આયોજન જાદુભાઈ ભીખાભાઈ સિહોરા, વિષ્ણુભાઈ સિહોરા ધર્મેશભાઈ સિહોરા સહિત સિહોરા પરીવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


