HomeGujaratહળવદ નગરપાલિકાના સદસ્યો નારાજ ? - 9 મીએ યોજાનાર કારોબારી બેઠકમાં નવાજુનીના...

હળવદ નગરપાલિકાના સદસ્યો નારાજ ? – 9 મીએ યોજાનાર કારોબારી બેઠકમાં નવાજુનીના એંધાણ

Advertisement
Advertisement

હળવદ નગરપાલિકાના સદસ્યો નારાજ ? – 9 મીએ યોજાનાર કારોબારી બેઠકમાં નવાજુનીના એંધાણ

હળવદ નગરપાલિકામાં ચુંટણીમાં 28 માથી 27 ભાજપના સદસ્યો ચૂંટાઈને આવ્યા છે પરંતુ એકતરફી બહુમતી પચાવવી સદસ્યો માટે અઘરી થઈ હોય તેમ વિખવાદ હોવાની અંગત સૂત્રોમાથી જાણકારી ઉપલબ્ધ થઈ છે અને આગામી 9 જાન્યુઆરીએ યોજાનાર કારોબારીની બેઠકમાં નવાજુનીના એંધાણ છે કારણકે થોડાં સમયથી નગરપાલિકામાં કાર્યશૈલી બદલાઈ હોવાની અને જોહુકમી થતી હોવાની સદસ્ય દ્વારા વાતો કરાઈ રહી છે અને તેને લઈને નગરપાલિકાના કેટલાક સદસ્યો બાયો ચડાવે તેવી અંગત સૂત્રોમાથી માહિતી મળી છે બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ દ્વારા જ સમગ્ર સાશન હાથમાં લઈને અન્યો સદસ્યોની અવગણના થતી હોવાની એક સદસ્ય દ્વારા જણાવ્યું છે ત્યારે આગામી 9 જાન્યુઆરીએ હળવદ નગરપાલિકામાં કારોબારીની બેઠકમાં નવાજુનીના એંધાણ છે ત્યારે આગામી 9 જાન્યુઆરીએ યોજાનાર કારોબારીની બેઠકમાં શું થશે ? અને શાં માટે સદસ્યો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તે નગરપાલિકામાં બેઠેલાં સત્તાધીશો વધુ જાણી શકે પરંતુ હાલમાં મળતી માહિતી મુજબ નગરપાલિકાના કેટલાક સદસ્યો પ્રમુખની કાર્યશૈલીથી નારાજગી વ્યકત કરી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે અને સદસ્યોની અવગણના ક્યાંક મોટું સ્વરૂપ ધારણ કરી લે તો નવાઈ નહીં

RELATED ARTICLES

Most Popular