હળવદમાં સરકારી જમીન હડપ કરવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં – તપાસમાં ઘણા વિસ્ફોટ થવાનાં એંધાણ
હળવદના કોયબા ,સુંદરી ભવાની અને ઘનશ્યામપુર ગામની 340 વીઘાથી વધુ સરકારી જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે પચાવી પાડવાના બે મહિના પૂર્વે મામલતદારએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધરપકડનો દોર શરૂ કરી 4 આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં બનાવટી સહી સિક્કાના આધારે જમીન હડપ કરવાના કૌભાંડનો માસ્ટર માઈન્ડ પોલીસને હાથ લાગ્યો ન હતો જોકે પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. હળવદના કોયબા ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામના અલગ અલગ સર્વે નંબરની સરકારી 340 વીઘાથી વધુ જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે હડપ કરવાના પ્રકરણમાં હળવદ મામલતદાર અલ્કેશ ભટ્ટે દ્વારા આરોપી રમેશ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારીયા પરમાર, બીજલ અમરસિંહ કોળી, દલા રણછોડ ડાભી, દિનેશ હમીરભાઈ વનાણી, રાઠોડ માવજી ડાયાભાઈ, જશુબેન કોળી, મંજુબેન રત્નાભાઇ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈ સામે ગુનો નોંધાયો હતો જેમાં મુખ્ય સૂત્રધાર રમેશ બાબાભાઈ હજી સુધી ફરાર હતો ને જેને હળવદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે મુખ્ય સૂત્રધાર રમેશ બાબા પકડાઈ દેતા હવે કેટલાય વિસ્ફોટ થવાના એંધાણ છે કારણ કે મુખ્ય સૂત્રધારને કોને કોને કેવી રીતે મદદ કરી હતી આ તમામ તપાસમાં બહાર આવી શકે છે અને જેને લઇ હવે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


