હળવદમાં વનવિભાગનો આત્મા જાગ્યો.? ૧૪ નોટિસ ફટકારી દસ્તાવેજો રજુ કરવા ફરમાન
હળવદના ટીકર પાસે કચ્છના નાના રણને અડીને આવેલા ૧૪ જેટલા કારખાનેદારોને હળવદ ઘુડખર અભ્યારણ્ય કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી છે જરૂરી પુરાવાઓ સાથે દિન ૭ રજુ કરવા સુચનાઓ આપી છે ત્યારે રણકાંઠાના વિસ્તારમાં વનવિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવતાં દબાણકારો તેમજ કારખાનાદારોમા રીતસરનો ફફડાટ ફેલાયો છે અને સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ નોટિસ બાદ કારખાનેદારો છેક ગાંધીનગર સુધી ધકો પણ ખાઈને આવી ગયા છે અને હવે ૭ દિવસ બાદ વનવિભાગ શું પગલાં ભરે છે તે બાબતે સૌની નજર મંડાયેલી છે.
કચ્છના નાના રણ વિસ્તારમાં ઘુડખરને પરિસ્થિતિ માફક આવે છે અને અને એશિયામા ફક્ત અહી જ જોવાં મળે છે અને આ વિસ્તારને ઘુડખર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં ઘુડખરને ખલેલ પહોંચે તેવી રીતે કારખાનાઓ અને દબાણકારો વધી રહ્યાં છે તો સાથે જ ઇકો સેન્સેટીવ ઝોનમાં વધતાં સોલાર પ્લાન્ટ સહિતના કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે હવે રહી રહીને ઘુડખર અભ્યારણ્યને ડહાપણ આવ્યું છે અને દબાણકારો અને કારખાનેદારોને નોટિસ ફટકારી જરૂરી દસ્તાવેજો રજુ કરવા માટે ૭ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે જોકે ૨૬ -૧૨ સુધીનો સમય વીતી ગયો છે ત્યારે હવે રહી રહીને ઘુડખર અભયારણ્યના અધિકારીઓને સુરાતન ચડ્યું છે ત્યારે હવે શું અધિકારી પગલાં ભરે છે તે જોવાનું રહ્યું પરંતુ હાલમાં નોટિસ ફટકારી છે તેને લઈને ગાંધીનગર સુધી વાત પહોંચી હતી પરંતુ હવે વનવિભાગની કામગીરી કેવી રહેશે તેને પર સૌની મીટ મંડાયેલી છે.


