હળવદમાં ટીકર રોડપર ગોડાઉનમાં સરકારી ઘાસચારામા આગ – 4 હજાર કિલો જથ્થો સંગ્રહ
હળવદમાં ટીકર રોડપર આવેલા વન વિભાગના ગોડાઉનમાં આજે બપોરે અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘુડખર અભ્યારણ્ય વન વિભાગ દ્વારા વર્ષ 2020 થી આશરે 4 હજાર કિલો જેટલો જથ્થો સંગ્રહ કરીને રાખ્યો હતો જેમાં આજે અચાનક આગ લાગી ગઈ નીકળી હતી જેથી કરીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ જથ્થો ખાવા લાયક નહીં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું ત્યારે 2020થી સંગ્રહ કરેલો આશરે 4 હજાર કિલો જેટલો જથ્થો હજી સુધી કેમ સંગ્રહ રાખ્યો છે ? અને શા માટે વનવિભાગ ઘુડખર અભ્યારણ દ્વારા ઘુડખર સહિત પશુઓને ખવડાવવામાં નથી આવ્યો તે સવાલ છે અને હાલમાં ઘુડખર અભયારણ્ય વનવિભાગ અધિકારી દ્વારા જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે જથ્થો ખાવા લાયક ન હતો તો તેનો નિકાલ શા માટે નથી કર્યો તેવો પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા વિવિધ વિસ્તારોમાં લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે નાણાં ખર્ચ કરી રહી છે ત્યારે આજે ગોડાઉનમાં લાગેલી આગથી ઘુડખર અભ્યારણ્ય વન વિભાગની કામગીરી સામે શંકા ઉભી થઈ છે કે ખરેખર ઘુડખર અભયારણ્ય વનવિભાગ દ્વારા પ્રજાતિને બચાવવા માટે કર્મનિષ્ઠ હશે ?


