તક્ષશિલા સંકુલમાં રાષ્ટ્રીય ગણિત દિવસે મેથ્સ પઝલ સોલ્યુશન સ્પર્ધા યોજાઈ
ભારતના મહાન ગણિતશાસ્ત્રી ડો શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિએ ફોટા પ્રદર્શન, તજજ્ઞનું વ્યાખ્યાન અને પઝલ સોલ્યુશન જેવા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં તજજ્ઞ વ્યાખ્યાન આપતા વાસુદેવ ગોંડલિયાએ રામાનુજન નંબર તરીકે 1729 ને શા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર હાર્ડી અને રામાનુજ નંબર તરીકે ઓળખાય છે તે વિશે માહિતગાર કર્યા હતા. વિવિધ ધોરણની પઝલ સોલ્યુશન સ્પર્ધામાં તક્ષશિલા સંકુલના શાહનવાજ ઇકરામભાઈ અંસારી, સિધ્ધરાજ રમેશભાઈ છારોલા, જય નરેશભાઈ વાઘેલા, જૈમિન અરવિંદભાઈ કલોત્રા અને અંશ વિજયભાઈ વઢરેકિયાએ પ્રથમ નંબર મેળવ્યા હતા. ત્વરિત પ્રશ્નોત્તરી સ્પર્ધામા દક્ષ પરેશભાઈ અને વચ્છરાજ જયપાલભાઈએ પ્રથમ નંબર મેળવેલ હતો. આ સાથે તક્ષશિલા સંકુલની અટલે ટિંકરિંગ લેબોરેટરીમાં રહેલા ગણિતના વર્કિંગ અને સ્ટેટિકલ મોડેલોનો અભ્યાસ કર્યો હતો. તજ્જ્ઞ વક્તાએ શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસે કાર્ડની રમતો, વિવિધ ક્યુબ સોલ્યુશન કેવી રીતે કરાય તે જણાવ્યું હતું.


