HomeGujaratએક ટકાના બદલે બે ટકા લઈ લો પણ કામ તો કરી દો...

એક ટકાના બદલે બે ટકા લઈ લો પણ કામ તો કરી દો – હળવદ તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં કોન્ટ્રાક્ટરની હૈયાવરાળ

Advertisement
Advertisement

એક ટકાના બદલે બે ટકા લઈ લો પણ કામ તો કરી દો – હળવદ તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં કોન્ટ્રાક્ટરની હૈયાવરાળ

રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો માટે લાખો અને કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ કામની યોગ્ય ગુણવત્તા અને ચકાસણી કરવાની કામગીરી સંબંધિત વિભાગની હોય છે પરંતુ તાલુકા પંચાયતમાં 5 લાખ સુધીનો કામગીરીની જવાબદારી અને 5 લાખથી મોટી ગ્રાન્ટ જિલ્લા પંચાયતની દેખરેખ હેઠળ આવતી હોય છે પરંતુ હળવદ તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં એક ગ્રામ્ય વિસ્તારના કોન્ટ્રાક્ટર દ્વારા હૈયા વરાળ ઠાલવવામાં આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું હતું કે એક ટકાને બદલે બે ટકા લઈ લ્યો પણ કામ તો ટાઈમે કરી દો સાથે જ આ કોન્ટ્રાક્ટરની કામગીરીની ફાઈલ પણ કચેરીમાંથી ગુમ થઈ ગઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો ત્યારે ખરેખર કચેરીઓમાં ટકાવારીનો ખેલ ચાલતો હશે કે કેમ ? અને ટકા એટલે શું? કોન્ટ્રાક્ટરે શા માટે હૈયા વરાળ ઠાલવી હશે કે એક ટકાના બદલે બે ટકા લઈ લ્યો પણ ટાઈમે કામ કરી દો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા તાલુકા પંચાયત હળવદ કચેરીના ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવેલી હૈયા વરાળથી મુદ્દો ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે કારણ કે નવા ઇસનપુર ગામમાં રોડની નબળી કામગીરી બાબતે ગ્રામ પંચાયતના ઉપસરપંચ દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે ત્યારે શું કોન્ટ્રાક્ટર નબળી કામગીરી કરે તેને છાવરવાનું કામ બાંધકામ વિભાગ કરતું હશે કે કેમ ? અને એક ટકાના બદલે બે ટકા લઈ લ્યો પણ કામ ટાઈમે કરી દો તેનો મતલબ શું? તે હવે ચર્ચાસ્પદ બન્યું છે અને લોકોમાં ચર્ચા પણ જાગે છે કે ટકા એટલે શું ?

RELATED ARTICLES

Most Popular