HomeGujaratનવા ઇસનપુર ગામે રોડમાં ગેરરીતી મામલે તાલુકા વિકાસ અધિકારીનો લૂલો બચાવ -...

નવા ઇસનપુર ગામે રોડમાં ગેરરીતી મામલે તાલુકા વિકાસ અધિકારીનો લૂલો બચાવ – તપાસનાં આદેશ કર્યા

Advertisement
Advertisement

નવા ઇસનપુર ગામે રોડમાં ગેરરીતી મામલે તાલુકા વિકાસ અધિકારીનો લૂલો બચાવ – તપાસનાં આદેશ કર્યા

હળવદના નવા ઈસનપુર ગામે ગ્રામ પંચાયતના ઉપસરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આરસીસી રોડમાં થયેલી ગેરરીતી મામલે રજૂઆત કરી હતી જોકે તાલુકા વિકાસ અધિકારીએ પોતાની જવાબદારી નિભાવવાના બદલે લૂલો બચાવ કર્યો હતો અને મારે માત્ર 6 મહિના થયા હોય તેવું કહીને સમગ્ર બનાવથી અજાણ હોવાનો ઢોંગ કર્યો હતો પરંતુ નવા ઇસનપુર ગામે ગ્રામ પંચાયતના સદસ્ય વસંતબેન પરસોત્તમભાઈ પરમારે સ્વામિનારાયણ મંદિર પાસે બનેલા રોડમા કામમાં ગેરરીતિ થયાની રજૂઆત 30-11 કરી હતી અને રોડની કામગીરી પૂર્ણ થયું તેને આશરે દોઢથી બે મહિના જેટલો સમય વીત્યો છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે અને વિકાસનાં કામો યોગ્ય રીતે થાય તે તાલુકા વિકાસ અધિકારીની પણ જવાબદારી છે.હળવદ તાલુકાના વિવિધ ગામોમાં એસ્ટીમેટ મુજબ કામગીરી નહીં થતાં હોવાની અવારનવાર રજૂઆત થઈ છે પરંતુ લોકચર્ચા મુજબ ટકાવારીના ખેલમાં સંપૂર્ણ કામગીરીમાં હોતી હે ચલતી હૈ ચાલતી હૈ ત્યારે નવા ઇસનપુરમા વર્ષ 2024 -25 ના સાંસદની ગ્રાન્ટના 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ યોગ્ય રીતે ઉપયોગ થાય તે તાલુકા વિકાસ અધિકારીશ્રી પણ જવાબદારી છે હાલતો નવાં ઈશનપુર ગામનાં ઉપસરપંચે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે આરસીસી રોડમાં ગેરરીતી મામલે ક્યારે તલાટી,સરપંચ સહિત તમામ સામે કેવાં પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવાનું રહ્યું.

RELATED ARTICLES

Most Popular