HomeGujaratહળવદના નવાં ઈશનપુર ગામે આરસીસી રોડમા લોટ પાણીને લાકડાં - ઉપસરપંચની મુખ્યમંત્રીને...

હળવદના નવાં ઈશનપુર ગામે આરસીસી રોડમા લોટ પાણીને લાકડાં – ઉપસરપંચની મુખ્યમંત્રીને રજૂઆત

Advertisement
Advertisement

હળવદના નવાં ઈશનપુર ગામે આરસીસી રોડમા લોટ પાણીને લાકડાં – ઉપસરપંચની મુખ્યમંત્રીને રજૂઆત

ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી અને વિકાસ માટે કટિબદ્ધ છે પરંતુ તાલુકા પંચાયતમાં બેઠેલા કર્મચારીઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા નહીં હોવાથી વિકાસના કામોમાં મોટાપાયે ગેરરીતી થાય છે અને તેને લઈને જ હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામના ઉપસરપંચે મુખ્યમંત્રી સમક્ષ નબળી કામગીરી ,એસ્ટીમેટ મુજબ કામગીરી નહીં થઈ હોવાની રજૂઆત કરી છે વધુમાં રજૂઆતમાં જણાવ્યા મુજબ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કામગીરીમાં કોઈ યોગ્ય ધ્યાન દેવામાં નથી આવ્યું જેથી કરીને ઉચ્ચકક્ષાએ નવા ઇસનપુર ગામના મહિલા ઉપ સરપંચએ લેખિતમાં રજૂઆત કરી છે.

હળવદના નવા ઇસનપુર ગામે સ્વામિનારાયણ મંદિરથી ધનજીભાઈના ઘર સુધી આરસીસી રોડનું કામ સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી બનાવ્યો છે જે કામ એકદમ નબળું થયેલું હોવાથી રોડની વચ્ચે પાણી ભરાય છે રોડનું કામ પ્લાન એસ્ટીમેટ મુજબ કર્યું ન હોવાથી અને સિમેન્ટ પણ યોગ્ય ન વાપરવાથી કામમાં મોટાપાયે ગેરરીતે થઈ હોવાનું નવા ઇસનપુર ગામના ઉપસરપંચ પરમાર વસંતબેન પરસોત્તમ ભાઈએ મુખ્યમંત્રીને લેખિતમાં ઓનલાઈન રજૂઆત કરી છે. સાથે જ આરસીસી રોડની કામગીરી યોગ્ય નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પરંતુ ૩૦-૧૧ના રોજ હળવદ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી સાથે જ હળવદ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસના કામમાં મોટા પાયે ગેરરીતી થતી હોવાની અવારનવાર રજૂઆતો થતી હોય છે પરંતુ ટકાવારીના ખેલમાં બધુ સમુસુતરું પાર ઉતરી જાય છે હવે સવાલ એ ઉભો થયો છે કે તાલુકા પંચાયતમાં બેઠા ઇજનેરોની જવાબદારી શું? કાંતો તપાસ કરતા નથી ? તેમની જવાબદારી નથી કે કામગીરી દરમિયાન તપાસ કરવી ? ત્યારે નવા ઇસનપુર ગામના ઉપસરપંચે મુખ્યમંત્રીને નબળી કામગીરી અંગે રજૂઆત કરતા મુદ્દો ગરમાંયો છે ત્યારે આગામી દિવસોમાં નબળી કામગીરી કરનાર કોન્ટ્રાકટર અને સરકારી નાણાં વેડફનાર સરપંચ સામે કેવા પ્રકારના પગલા લેવાશે તે જોવાનું રહ્યું

RELATED ARTICLES

Most Popular