તક્ષશિલા વિદ્યાલયના 143 વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભાગવત ગીતા કંઠસ્થ સ્પર્ધામાં ભાગ લીધો
રાજ્ય સંસ્કૃત બોર્ડના ગીતાજી કંઠસ્થ યોજનામાં ભાગ લેનાર તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓને ભાગવત ગીતાજી આપીને સન્માનિત કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને તક્ષશિલા સંકુલ હળવદ આયોજિત શ્રીમદ્ ભગવદ ગીતાના ભક્તિયોગ અધ્યાય કંઠસ્થ કરવાની યોજના અમલમાં છે. આ યોજનામાં તક્ષશિલા સંકુલના 145 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. તેમાં પહેલા તબક્કામાં 43 અને બીજા તબક્કામાં 36 જેટલા વિદ્યાર્થીઓએ ગીતાજીનો બારમો અધ્યાય ભક્તિયોગ અને પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ કંઠસ્થ કર્યા હતા. શાળાના સૈડવા નિરવ, રાઠોડ ભવ્ય, કોળી ઉમંગ, સૈડવા નૈતિક, જોગરાજિયા પ્રતિક, નાયક કૌશલ, કોપરણિયા સાવન, ધરજિયા આકાશ, લખતરિયા દર્શન, ભૂંડિયા જયપાલ, ફિસડિયા ખીમજી, વૈષ્ણવ પ્રશાંત અને વઢરેકિયા કાર્તિક જેવા કેટલાય વિદ્યાર્થીઓ દરરોજ સાંજે પ્રાર્થના પછી આ ભક્તિયોગ અન્યાયનું પારાયણ કરી વાતાવરણને દૈવી બનાવે છે. તક્ષશિલા સંકુલના ચંદ્રિકાબેન માધર, હેમાબેન ચૌહાણ અને ટ્રસ્ટી રમેશ કૈલા દ્વારા આવા વિદ્યાર્થીઓને ગીતા પ્રેસ ગોરખપુર ની ભાષાંતર સાથેની ગીતાજી અને વિદ્યાર્થીના ફોટા સાથેના સર્ટિફિકેટ અર્પણ કરાયા હતા શાળાના એમડી ડો. મહેશ પટેલે આ તકે જણાવ્યું કે આજના ભૌતિકવાદી સમયમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્લોકો કંઠસ્થ કરવાની તૈયારી બતાવે તે જ અનોખી વાત કહેવાય.


