HomeGujaratજો જો ભાઈ આગળ જીવલેણ ખાડો છે હળવદના રેલવે ફાટક પાસે ખાડો...

જો જો ભાઈ આગળ જીવલેણ ખાડો છે હળવદના રેલવે ફાટક પાસે ખાડો ખોદીને ભગવાન ભરોસે વાહનચાલકોને છોડાયા – માર્ગ અને મકાન વિભાગની બેદરકારી..

Advertisement
Advertisement

જો જો ભાઈ આગળ જીવલેણ ખાડો છે હળવદના રેલવે ફાટક પાસે ખાડો ખોદીને ભગવાન ભરોસે વાહનચાલકોને છોડાયા – માર્ગ અને મકાન વિભાગની બેદરકારી..!!

હળવદ રેલવે ફાટક અને વેગડવાવ રોડપર હજારો વાહનોની અવરજવર રહે છે અને માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના પગલે આ ખાડામાં પડવાનાં અકસ્માતો પણ થયા છે પરંતુ માર્ગ અને મકાન વિભાગની બેદરકારી હવે કોઈનો જીવ લેશે કે શું ? કારણ કે રણમલપુરને જોડતા રોડની કામગીરી આશરે એકાદ વર્ષ પહેલા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે કરેલા ખાડાનું હજી સુધી પુરાણ કરવામાં આવ્યું નથી સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે અહીં નાલુ બનાવેલું હતું પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં બનાવેલા રોડના નાલુ બનાવેલું નથી અને હાલ બંને તરફ ઊંડા ખાડા છે અને આ ઊંડા ખાડામાં અગાઉ બે વખત અકસ્માત થયાં છે પરંતુ આ ખાડાનું પુરાણ ક્યારે  થશે? આમતો દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગે છે અને જવાબદારોને શોધે છે ત્યારે કોઈ દુર્ઘટના બને તે પહેલાં જ હળવદ માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા તસ્દી લયને ખાડાઓનુ સમારકામ કરે તે જરૂરી બન્યું છે.

RELATED ARTICLES

Most Popular