HomeGujaratહળવદમાં સસ્તા અનાજના દુકાનદારો પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા હડતાળ પર ઉતર્યા

હળવદમાં સસ્તા અનાજના દુકાનદારો પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા હડતાળ પર ઉતર્યા

Advertisement
Advertisement

હળવદમાં સસ્તા અનાજના દુકાનદારો પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા હડતાળ પર ઉતર્યા

હળવદના વિસ્તારોમાં આવેલ સસ્તા અનાજની દુકાન ધારકો આજથી પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા મામલતદારને આવેદનપત્ર આપીને હડતાલ પર ઉતરી ગયા છે. ગુજરાત રાજ્ય ફેરપ્રાઇસ શોપ એસોસિયેશને 1 નવેમ્બરથી રાજ્યભરમાં આવેલી રેસનીંગ દુકાન ધારકોને અચોક્કસ મુદતે હડતાલનું એલાન કર્યું છે દુકાનદારો તેમની 20 પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે જેના પરિણામે આજે 1 નવેમ્બરથી રાજ્યની અનાજ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ છે હળવદ તાલુકાના ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા મામલતદારને આવેદનપત્ર આપીને 1 નવેમ્બરથી સસ્તા અનાજનું વિતરણ બંધ કરી દેવાની રજૂઆત કરી છે અને સાથે જ પડતર માંગણીઓનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

Most Popular