હળવદથી સરા સુધી નાળાની પેરાપેટ અને વૃક્ષોનું થયું રંગકામ
હળવદથી સરા સુધી આશરે 25 કિલોમીટર લાંબા રસ્તા પર માર્ગ અને મકાન વિભાગ મોરબી સ્ટેટ દ્વારા રોડની સાઈડમાં આવેલાં વૃક્ષોનું અને નાળાની પેરાપેટનુ રંગકામ કરવામાં આવી રહ્યું છે આમતો માર્ગ અને મકાન વિભાગ દ્વારા થતી આ કામગીરી અકસ્માત ટાળવા માટે થતી હોય છે જેમાં અંધારાં વૃક્ષ કે પેરાપેટ સાથે રંગરોગાન થયું હોયતો વાહનચાલકોને ધ્યાનમાં આવે અને અકસ્માત થતાં ઘટે ત્યારે હાલમા હળવદથી સરા સુધી રોડની બાજુમાં રહેલાં વૃક્ષ અને પેરાપેટ રંગકામ કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ મોરબી સ્ટેટ દ્વારા કરવામાં આવી રહી છે.


