HomeGujaratહળવદના રાયસંગપુરમા માઇનોર કેનાલમાં ગાબડું - સમારકામની અનેક રજૂઆત

હળવદના રાયસંગપુરમા માઇનોર કેનાલમાં ગાબડું – સમારકામની અનેક રજૂઆત

Advertisement
Advertisement

હળવદમાં વિવિધ વિસ્તારોમાં ખેડૂતોને ખેતર સુધી પાણી પહોંચી રહે તે માટે માઇનોર કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ માઇનોર કેનાલના સાફ સફાઈ તેમજ સમારકામમાં બેદરકારીના પગલે ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે ત્યારે હળવદ તાલુકાના રાયસંગપુર ગામે માઇનોર 19 ડી કેનાલમાં ગાબડું પડવાનો બનાવ સામે આવ્યો અને આ ગાબડું પડતા બાજુમાં જ રહેલો કપાસ અને જુવારનો આશરે 20 વીઘાનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે  ડેમમાંથી સિંચાઈ માટે રણજીતગઢ, રાયસંગપુર ,ચાડધ્રા અને માયાપુર ગામને સિંચાઈનો લાભ મળે છે પરંતુ તંત્રને બેદરકારીના પગલે હજુ તો વરસાદના પાણી ઓસર્યા નથી ત્યાં ફરી કેનાલમાં ગાબડું પડતા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જ્યારે આ બાબતે રાયસીંગપુર ગામના ખેડૂત મહેશભાઈએ જણાવ્યું હતું કે માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું અવારનવાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હતા અને વારંવાર ફોન કરીને જાણ કરવા છતાં પણ પાણી બંધ ન કરાયું અને જેને લઇ મોટું ગાબૂ પડ્યું છે અને ઉભા પાકમાં પાણી ભરાયું છે પરંતુ તંત્રની બેદરકારીના પગલે ખેડૂતોને નુકસાન થતા હવે ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular