HomeGujaratહળવદના શક્તિ નગરમાં 7 પુત્રી બાદ પુત્રનો જન્મ થયો તેના મોતથી આઘાતમાં...

હળવદના શક્તિ નગરમાં 7 પુત્રી બાદ પુત્રનો જન્મ થયો તેના મોતથી આઘાતમાં પિતાને હાર્ટ એટેક આવતા થયું મોત

Advertisement
Advertisement

હળવદ તાલુકાના શક્તિ નગર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ ભટ્ટ નામના 40 વર્ષીય યુવાનને સંતાનના 7 દીકરીઓ હતી થોડા
દિવસ પહેલા જ પુત્ર નો જન્મ થયો હતો પરિવાર પુત્રના જન્મ ની ખુશી ઊજવે તે પહેલા અધૂરા માસમાં પુત્રનો જન્મ થયો હોવાથી પુત્રનું મોત થતા પરિવાર શોકમાં હતો ઘટના બાદ ભાવેશભાઈ ફરી રાબેતા મુજબ જિંદગી જીવવા પ્રયાસ કર્યો હતો પણ પુત્રના મોતનું દુઃખ તેના થી સહન ન થયું અને આઘાતમાં સરી પડ્યા હોય અને ગઈ કાલે સાંજે મજૂરીથી ઘરે પરત ફરતી વખતે રસ્તામાં હાર્ટ એટેક આવ્યો હતો અને ભાવેશભાઈ નું પણ અવસાન થતા ભટ્ટ પરિવાર પર જાણે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ બની હતી. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.7 દીકરીઓએ પિતાની છાયા ગુમાવતા નોધારી બની ગઈ હતી. દીકરીઓએ પણ માટે થોડા દિવસના ગાળામાં એક નો એક ભાઈ અને પિતા ગુમાવતા જાણે તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય તેવી સ્થિતિ બની હતી.આવી વિકટ સ્થિતિમાં દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી પુત્રની ફરજ પૂરી કરવા પ્રયાસ કર્યો હતો

RELATED ARTICLES

Most Popular