HomeArticleધનાળામા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં જયશ્રી કેદારીયા ઇલેવન વિજેતા - ક્રિષ્ના ઇલેવન રનર્સ...

ધનાળામા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં જયશ્રી કેદારીયા ઇલેવન વિજેતા – ક્રિષ્ના ઇલેવન રનર્સ અપ

Advertisement
Advertisement

ધનાળામા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં જયશ્રી કેદારીયા ઇલેવન વિજેતા – ક્રિષ્ના ઇલેવન રનર્સ અપ

હાલમાં ipl ટુર્નામેન્ટ ચાલી રહી છે અને જેને લઇ સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર છવાયો છે ત્યારે ધનાળા ગામે જય અલખધણી યુવા ગ્રુપ દ્વારા દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 64 જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં પ્રતિભાશાળી ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.જય અલખધણી યુવા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં રસાકસીનો જંગ જોવા મળ્યો હતો આ ફાઇનલ ટુર્નામેન્ટમાં ક્રિષ્ના ઇલેવન હળવદ અને જય શ્રી કેદારીયા ઇલેવન સામ સામે ટકરાયા હતા જેમાં જય શ્રી કેદારીયા ઇલેવન ચેમ્પિયન બની હતી અને ચેમ્પિયન ટીમને ટ્રોફી અને 41 હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સાથે જ રોકડ પુરસ્કાર મેળવનાર જયશ્રી કેદારીયા ઇલેવને 41 હજાર ગ્રાઉન્ડ વારા મેલડી માને સેવામાં અર્પણ કરાયાં હતા તો સાથે જ રનર્સ અપ રહેલી ક્રિષ્ના ઇલેવન હળવદ દ્વારા પણ 21 હજાર ધનાળા રામાપીર મંદિરમાં અર્પણ આપવામાં આવ્યા હતા. તો સાથે જ ક્રિકેટના જંગ સાથે સેવાકીય રંગ પણ જોવા મળ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અનેક નાની અનામી રાજકીય નેતાઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

RELATED ARTICLES

Most Popular