મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓ SSC પરીણામમા ઝળક્યા – A1 ગ્રેડ 53 વિદ્યાર્થીઓએ મેળવ્યો
ઝાલાવાડની શૈક્ષણિક નગરી મહર્ષિ ગુરુકુળમાં ધોરણ 12 કોમર્સ સાયન્સના ઉચ્ચ પરિણામ મેળવવામાં બાદ ધોરણ 10નું જમ્બો સંખ્યા સાથે ધમાકેદાર પરિણામ આવ્યું છે જેમાં તે પણ 53 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે 100 વિદ્યાર્થી A2 ગ્રેડ સાથે 22 વિદ્યાર્થીઓ 100 માંથી 100 માર્ક મેળવ્યા છે પટેલ દિવ્યા 99.93 PR તથા વાણીયા વૈદિકાએ પણ 99.93 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે આમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ શાળા રહ્યા બાદ ફરી એકવાર ધોરણ 10ના પરિણામમાં પણ ઝાલાવાડમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શિક્ષણની શ્રેષ્ઠતા સાબિત કરી છે ઉચ્ચ પરિણામ મેળવવા બદલ મહર્ષિ ગુરુકુળ હળવદના મેનેજર ડિરેક્ટર રજનીભાઈ સંઘાણીએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા સાથે આવનારા દિવસોમાં હજુ પણ વધારે પરિણામ સારું મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી


