હળવદ નગરપાલિકાની 28 બેઠકો માટે 75 ફોર્મ ભરાયાં
હળવદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજે રાજકીય પક્ષોના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે ચુંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા હળવદ નગરપાલિકાની 28 બેઠકો માટે 75 જેટલા આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા છે જેમાં વોર્ડ નંબર 1 માં 9 – વોર્ડ નંબર 2માં 10 – વોર્ડ નંબર 3માં 12 – વોર્ડ નંબર 4માં 9 – વોર્ડ નંબર 5માં 10 – વોર્ડ નંબર 6માં 13 અને વોર્ડ નંબર 7માં 12 આગેવાનોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે અને વધુમાં મળતી માહિતી મુજબ આ ચૂંટણીના જંગમાં ભાજપ, કોંગ્રેસ, બસપા તથા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને હવે ફોર્મની ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવા માટેનો એક દિવસનો સમય મળશે અને ત્યાર પછી ચૂંટણીના જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે પરંતુ હાલમાં નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો માટે 75 ફોર્મ ભરાયાં છે.