Sunday, March 16, 2025
HomePoliticsનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રકિ્રયા પુર્ણ

નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રકિ્રયા પુર્ણ

Advertisement
Advertisement

હળવદ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા પુર્ણ

આગામી 16 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે જેને લઈને તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આજે હળવદ શહેરમાં આવેલ લોહાણા મહાજન વાડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 1 થી 7 માટે 125 જેટલા ફોર્મ ઈચ્છુક ઉમેદવારોના સેન્સ માટે ભરાયાં હતાં ત્યારે બ્રિજરાજસિંહ ઝાલા, ડો. તેજશ્રીબેન પટેલ, નીતિનભાઈ પટેલ સહિતના નેતાઓ દ્વારા વન ટુ વન ઉમેદવારોના સેન્સ લેવામાં આવી હતી.ગત્ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની સત્તા હતી અને જેમાં 18 ભાજપનાં સદસ્ય અને કોંગ્રેસ 10 સદસ્યો ચુંટાયા હતા ત્યારે આ વખતે ભાજપ ફરી સત્તામાં આવવાં માટે તૈયાર હોય તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હ્લવદમાં છેલ્લા 100 વર્ષોથી વસવાટ કરતાં કાગસીયા પરીવારોએ આઝાદી બાદ પ્રથમ વખત 6 નંબર વોર્ડમાં ઉમેદવારી માટે સેન્સ આપ્યાં હતાં. ત્યારે હળવદ શહેરમાં વર્ડ નંબર 1 થી 7 માટે 28 ઉમેદવારોને લઈને 125 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી.

RELATED ARTICLES

Most Popular