હળવદમા કારમાં બિયર ભરીને ખેપ મારવા જતા થયો પોલીસનો ભેટો – બે આરોપીની ધરપકડ
હળવદ શહેરમાં ટીકર રોડપર વિચારી તળાવ પાસે અલ્ટો ગાડીમાં બિયરના ટીન ભરીને ખેપ મારવા જતા થયો પોલીસનો ભેટો અને પોલીસે કાર સહિત બે આરોપીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા માટે વિગત પ્રમાણે હળવદ શહેરમાં ટીકર રોડપર વિચારી તળાવ પાસે કાર નંબર જીજે 13 એએચ 9896 પસાર થઈ રહેતી ત્યારે તે ગાડી રોકીને ચેક કરતા તે ગાડીમાંથી બિયરના 119 ટિન મળી આવ્યા હતા. પોલીસે 14,875 ની કિંમતનો બિયરનો જથ્થો તેમજ દોઢ લાખની કાર સહિત 1,64,875 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રાજુ ઉર્ફે લંગડો નાગરભાઈ સુરાણી તથા અરવિંદ ચંદુભાઈ મકવાણાની ધરપકડ કરી છે બંને શખ્સો ક્યાંથી બિયરના ટીન લાવ્યા હતા અને ક્યાં મોકલવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.