હળવદમાં વિનામૂલ્ય શ્રી સદગુરુ નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પમાં 110 દર્દીઓએ લાભ લીધો
હળવદ શહેરના રુદ્ર ટાઉનશીપ સોસાયટીમાં દર મહિનાની 8 તારીખે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં આજુબાજુના તાલુકાના તેમજ ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં આંખના દર્દીઓ લાભ લેતા હોય છે. શ્રી ધર્મપ્રેમી સેવા મંડળ હળવદ તથા લાયન્સ ક્લબ હળવદ સીટી આયોજિત નેત્રયજ્ઞ કેમ્પના દાંતા સ્વ. લક્ષ્મણભાઈ અઢેળાજી બરંડાની પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવે છે સાથે જ દર્દીને સારામાં સારી નેત્રમણી પણ બેસાડી આપવામાં આવે છે દર્દીને રહેવા જમવા ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે. ઓપરેશન થયા બાદ કેમ્પના સ્થળે પરત ઉતારી દેવામાં આવે છે અને આ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહી છે અને રુદ્ર ટાઉનશીપ ખાતે યોજાયેલા આ કેમ્પના દાતા પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર જે.એલ.બરંડા રહ્યા હતા તો સાથે જ કેમ્પમાં ગિરીશભાઈ સાધુ સહિત વિવિધ સેવાભાવી લોકો પણ જોડાયા હતા. આ કેમ્પમાં કુલ 110 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં 58 દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય અને 53 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.