હળવદના દેવળીયા નજીક દારૂ બિયર ભરેલું સ્કૂટી રેઢું મળ્યું
હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં દેશી અને અંગ્રેજી દારૂના વેપલાને કરનારા શખ્સો સામે ગુના નોંધી રહી છે ત્યારે હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય અને તે દરમિયાન દેવળિયા ગામની ચોકડીથી જુના દેવળીયા ગામ તરફ જવાના રસ્તે રેઢી હાલતમાં પડેલ જીજે 27 ડીવાય 2832 નંબરના સ્કુટી મોટરસાયકલને ચેક કરતા સ્કૂટીમાંથી અંગ્રેજી દારૂની નાની મોટી બોટલ નંગ 11 તેમજ બિયરના 8 ટીમ મળી આવતા પોલીસે 4933નો દારૂ બિયરનો જથ્થો તેમજ 20 હજારનું સ્કુટી કબજે કરી અજાણ્યા સ્કુટી ચાલક વિરુદ્ધ રજીસ્ટ્રેશન નંબરના આધારે ગુનો દાખલ કર્યો છે.