Sunday, March 16, 2025
HomeUncategorizedહળવદના માથક ગામ પાસેથી ડિઝલ ચોરી કરતી. ટોળકી ઝડપાઈ - 5 લાખથી...

હળવદના માથક ગામ પાસેથી ડિઝલ ચોરી કરતી. ટોળકી ઝડપાઈ – 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

Advertisement
Advertisement

હળવદના માથક ગામ પાસેથી ડિઝલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ – 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

મોરબી જિલ્લામાં વાકાનેરના સરતાનપુર રોડપર અને લખધીરપુર રોડપર રેકી કરીને પાર્ક કરેલા ટ્રકોમાંથી ચોરી કરતી ટોળકી હળવદના માથક વિસ્તારમાં હોવાની માહિતી મળતા હળવદ પીઆઈ આર.ટી વ્યાસનાં માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ દરોડો પાડીને ઈકો કાર,આઈ ટ્વેન્ટી કાર અને 400 લીટર ચોરીનાં ડિઝલ સાથે 5 આરોપીઓને ઝડપી લીધા છે આ પકડાયેલા આરોપીઓ કેટલાં સમયથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તે વધુ તપાસ દરમિયાન બહાર આવી શકે છે જોકે હાલમાં વિજય ઉર્ફે ગોપાલ પરમાર, પ્રદીપ ઉર્ફે ગોટી પરમાર, અલ્પેશ ઉર્ફે લાલો પરમાર, અંકિત ઉર્ફે મથુર ચાવડા અને કુલદીપસિંહ ચાવડાની ધરપકડ કરી લીધી છે અને કુલ 5.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ રેડમા અજિતસિંહ નટુભા, દિનેશભાઈ હનાભાઈ,લાલભા રધુભા, શકિત સિંહ બહાદુરસિંહ, વનરાજસિંહ માવુભા,દિવ્યરાજસિહ મહેન્દ્રસિંહ, સંજયભાઈ મનજીભાઈ,સાગરભાઈ ડાયાભાઈ, યુવરાજસિંહ નીરુભા, રણજિતસિહ અરજણભાઈ તથા કિશનભાઇ ધીરુભાઈ સહિતનાં જોડાયાં હતાં.

RELATED ARTICLES

Most Popular