હળવદમાં પત્નીના આડા સંબંધની આશંકાએ પતિનો આપઘાત
હળવદમા મોરબી ચોકડી પાસે ઝૂંપડામાં રહેતા અનિલ ભાવસંગભાઈ ભાભોરે તા.2 ગળે ફાંસો ખાધેલી હાલતમાં બાવળની ઝાડીમાંથી લાશ મળી આવી હતી અને હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદમા મોરબી ચોકડી પાસે ઝુંપડામાં રહીને કડીયા કામ કરતા શ્રમિકે બાવળની ઝાડીમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી જે બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી અને લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જોકે આ બનાવમાં મૃતક અનીલ ભાભોરના ભાઈ અને બહેને જણાવ્યું હતું કે કડિયા કામ કરતી વેળાએ કોન્ટ્રાક્ટર હિતેશ સાથે તેમની ભાભી ફોનમાં વાતચીત કરતી હતી અને જે વાતનું લાગી આવ્યું હતું અને અનીલે પત્નીને વારંવાર પૂછપરછ કરવા છતાં પત્નીએ કોઈ જવાબ ન આપતા આખરે તેણે દુઃખ લાગતા બાવળની ઝાડીઓમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. જોકે વધુમાં આરોપ લગાવ્યો હતો કે કોન્ટ્રાક્ટર હિતેશે ત્રણ મહિના સુધી પગાર નહીં ચૂકવીને મજૂરોનું શોષણ કર્યું છે જેથી કરીને તેઓ ન્યાયની માંગ સાથે હળવદ પોલીસ મથકે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.