હળવદના કીડી પાસે દૂષિત પાણી સેમ્પલ લેવાનો જીપીસીબીએ ડોળ કર્યો !!
હળવદના કીડી પાસે ઘુડખર અભ્યારણ આવેલું છે અને આ ઘુડખર અભ્યારણ પાસે પાણી છોડવામાં આવ્યું છે અને જેને લઇ રક્ષિત પ્રાણીઓને જીવનું જોખમ ઊભું થયું છે તેવી રજુઆત જોગડ ઇકો જોનના અજયભાઈ ધામેચાએ ઘુડખર અભ્યારણના અધિકારીઓ તેમજ મોરબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત કરી હતી અને જે અનુસંધાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ ધામા નાખ્યા હતા પરંતુ પાણી છોડનારા રાજકીય વગ ધરાવતા હોવાથી જીપીસીબીના અધિકારીઓએ પાણી લેવાનો ડોળ કર્યો હતો અને સેમ્પલો લઈ લીધા હોવાનું જણાવ્યું હતું. પરંતુ સેમ્પલોને સીલ માર્યા વગર આ તો કેવી કામગીરી ? સ્થળે પંચનામું કર્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા જોકે ત્યારબાદ જાણવા મળ્યું હતું કે પાણી છોડનારા રાજકીય વગ ધરાવનાર હોય અને જીપીસીબીના અધિકારીઓને પણ ના છુટકે કામગીરીનો ડોળ કરવો પડે તેવું હતું જેથી કરીને તેઓએ વિલા મોઢે પરત ફરવાનું મુનાસીબ સમજ્યું હતું તો સાથે જ ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઊભા થાય છે કારણ કે ઘુડખર અભ્યારણ નજીક જ મોટાં મોટાં પાણીના સ્ટોરેજ કરવામાં આવ્યું છે અને આ પાણીનું સ્ટોરેજ પાણી પાઇપલાઇનથી રણ નજીક છોડવામાં આવ્યું છે અને લગભગ આશરે બે કિલોમીટરથી વધારે વિસ્તારમાં પાણી પહોંચ્યું છે અને આ પાણીમાંથી ઘુડખર,નીલગાય, શિયાળ સહિતના પ્રાણીઓ પસાર થાય છે જેથી કરીને તેઓને ચામડીના રોગો તેમજ અન્ય રોગો થવાનો પણ ભય છે જેથી લઈને અજયભાઈ ધામેચાએ આજે ઉચ્ચકક્ષાએ પક્ષીઓનું અને રક્ષિત પ્રાણીઓને રક્ષણ યોગ્ય રીતે થાય તે માટે રજૂઆત કરી છે જોકે જીપીસીબીએ લીધેલાં પાણીમાં શું રીપોર્ટ આવશે અને કેવી કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.