Sunday, March 16, 2025
HomeUncategorizedસુખપર પાસે 10.43 લાખનાં દારૂ બિયરના જથ્થા ઉપર રોલર ફેરવી પોલીસે કર્યો...

સુખપર પાસે 10.43 લાખનાં દારૂ બિયરના જથ્થા ઉપર રોલર ફેરવી પોલીસે કર્યો નાશ

Advertisement
Advertisement

સુખપર પાસે 10.43 લાખનાં દારૂ બિયરના જથ્થા ઉપર રોલર ફેરવી પોલીસે કર્યો નાશ

હળવદ તાલુકા પોલીસ મથકમાં કુલ 10.43 લાખ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કર્યો છે. હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલા ડેમ તરફના રસ્તે ખરાબાની જમીન પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ, રેવન્યુ અને નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો.વર્ષ 2024માં હળવદ તાલુકામાં દારૂ સંબંધિત કુલ 105 ગુના નોંધાયા હતા. આ કેસોમાં 4,785 બોટલ ઇંગ્લિશ દારૂ અને બીયર જપ્ત કરાયો હતો, જેની કિંમત 8.94 લાખ રૂપિયા હતી. આ ઉપરાંત દેશી દારૂના 80 કેસોમાં 747 લીટર દેશી દારૂ પણ જપ્ત કરાયો હતો, જેની કિંમત 1.49 લાખ રૂપિયા હતી. આમ, કુલ 10.43 લાખ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular