Sunday, March 16, 2025
HomeUncategorizedસુંદરગઢથી બાઈક લયને બિયરની ખેપ મારવાં જતાં ફરાર થયેલા બે બુટલેગરોની ધરપકડ

સુંદરગઢથી બાઈક લયને બિયરની ખેપ મારવાં જતાં ફરાર થયેલા બે બુટલેગરોની ધરપકડ

Advertisement
Advertisement

સુંદરગઢથી બાઈક લયને બિયરની ખેપ મારવાં જતાં ફરાર થયેલા બે બુટલેગરોની ધરપકડ

હળવદના સુંદરગઢમા દેશીદારૂની પર પોલીસની કાર્યવાહીના પગલે મોટાભાગના ધંધાઓ બંધ થઈ ચુક્યા છે પરંતુ હવે બૂટલેગરો ભઠ્ઠીઓ બંધ કરીને અંગ્રેજી દારૂ, બિયરના વેપલામાં ઝંપલાવ્યું હોય તેવું લાગી રહ્યું છે જેમાં પોલીસને મળેલી માહિતી મુજબ સુંદરગઢની વનારકી સીમમાંથી રમણીક ઉર્ફે બુધો અવચરભાઈ શિપરા અને કરશન ચંદુભાઈ બહાપિયા મોટરસાયકલમા જથ્થો ભરીને ગામ તરફ આવવાનાં છે જેમાં પોલીસે વોચ ગોઠવીને મોટરસાયકલ ઉભાં રાખવાનો ઈશારો કરતા બંને આરોપીઓ નાશી છુટતા પોલીસે GJ 36 AG 3232 મોટરસાયકલ કિંમત 50 હજાર ,GJ 36 H 3131 કિંમત 30 હજાર અને બિયરના ટીન 180 કિંમત 23449 મળીને કુલ 1 લાખ 3 હજારથી વધુ મુદ્દામાલ કબજે કરી નાશી છુટેલા બને આરોપીની શોધખોળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે સુંદર ગઢનો રમણીક ઉર્ફે બુધો અવચરભાઈ શિપરા કુખ્યાત બુટલેગર છે અને દેશીદારૂના ગુના નોંધાયા છે ત્યારે હવે આવાં ભેજાબાજ અને કુખ્યાત બુટલેગર દેશીદારૂની ભઠ્ઠીઓ બંધ કરી અંગ્રેજી દારૂ બિયરના વેપલામાં ઝંપલાવ્યું હોય તેવું પહેલી નજરે લાગી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular