હળવદ નગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે પરીણામ – નગરજનોનો આતુરતાનો આવશે અંત
હળવદ નગરપાલિકાની ચૂંટણી રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ છે અને નગરપાલિકાની કુલ 7 વોર્ડના 28 બેઠકો પર ભાજપનાં 28 કોંગ્રેસ 27 આપના 10 અને બીએસપી 5 ઉમેદવારો મળીને કુલ 70 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા તો જેમાં મંગળવારે સવારે 8 વાગ્યાથી શહેરમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલી મોડેલ સ્કૂલ ખાતે ચુંટણી પંચ દ્વારા મત ગણતરીની સંપૂર્ણ તૈયારી પુરી કરી દેવામાં આવી છે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે પરંતુ હાલતો ભાજપ કોંગ્રેસ બીએસપી અને આપનાં ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે પરંતુ જનતાનાં આશીર્વાદ કોને ફળશે અને કોણ વિપક્ષમાં બેસશે અને આપ કે બીએસપી કેટલી બેઠકો જીતશે તેની પર સૌની નજર છે અને સૌથી ઝડપી અને સચોટ પરીણામ નજર હળવદની’પર જોતા રહો…