હળવદના નવા ઘનાળા પાટિયાથી ગામ જતા રોડ પરથી 6 કિલો 890 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને મોટરસાયકલ સહિત 93 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મથકે મળતી વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે મૂળ મહારાષ્ટ્રના બે ઈસમો માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરવાની ફિરાકમાં છે જેની પાસે રહેલ બાઈક જીજે 03 એફજે 1535 લઈને ગાંજાનો જથ્થો લઈને બંને નીકળવાના છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા-હળવદ રોડ પર નવા ઘનાળા પાટિયાથી નવા ઘનાળા ગામ જતા રસ્તા પરથી આરોપી અરુણ કાલુંસિંગ પટલે અને જાકેશ કાલુંસિંગ પટલે રહે બંને હાલ પ્રતાપગઢ તા. હળવદ વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી ગાંજો વજન 6 કિલો 890 ગ્રામ કીમત રૂ 68890 એક મોબાઈલ કીમત રૂ 5 હજાર અને બાઈક કીમત રૂ 20 હજાર મળીને કુલ રૂ 93900 નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં NDPS એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.