HomeGujaratહળવદ પોલીસ મથકમાં ભાવુક વિદાય સમારંભ, નવા PI કે.કે. દરબારનું સ્વાગત PI...

હળવદ પોલીસ મથકમાં ભાવુક વિદાય સમારંભ, નવા PI કે.કે. દરબારનું સ્વાગત PI આર.ટી. વ્યાસની સાયબર ક્રાઈમ, મોરબી ખાતે બદલી થતાં પોલીસ જવાનો થયા ભાવુક

Advertisement
Advertisement

હળવદ પોલીસ મથકમાં ભાવુક વિદાય સમારંભ, નવા PI કે.કે. દરબારનું સ્વાગત
PI આર.ટી. વ્યાસની સાયબર ક્રાઈમ, મોરબી ખાતે બદલી થતાં પોલીસ જવાનો થયા ભાવુક

હળવદ પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસની સાયબર ક્રાઈમ, મોરબી ખાતે બદલી થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આ સાથે હળવદ પોલીસ મથકના નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કે.કે. દરબારે ચાર્જ સંભાળતાં તેમનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો.
PI આર.ટી. વ્યાસે હળવદ પોલીસ મથક ખાતે લાંબો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને જુગાર અને દારૂ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લઈ આવા તત્વો પર મહદઅંશે લગામ લગાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
વિદાય સમારંભ દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ PI આર.ટી. વ્યાસ સાથેના કાર્યકાળ દરમિયાનના કડવા-મીઠા અનુભવો વાગોળ્યા હતા. લાંબા સમય સુધી સાથે ફરજ બજાવનાર અધિકારીની બદલી થતાં પોલીસ જવાનોમાં ભાવુક માહોલ જોવા મળ્યો હતો અને વિદાય વેળાએ અનેક પોલીસ કર્મચારીઓની આંખો પણ નમ જોવા મળી હતી.
આ પ્રસંગે નવા PI કે.કે. દરબારનું પણ હળવદ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરી સત્કાર કરવામાં આવ્યો હતો. હવે હળવદ પોલીસ મથકની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કે.કે. દરબાર સંભાળશે. આગામી દિવસોમાં તેઓ પોતાની આગવી કાર્યશૈલીથી હળવદમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા કેવી કામગીરી કરે છે તેના પર સૌની નજર રહેશે.

RELATED ARTICLES

Most Popular