HomeGujaratહળવદમાં માર્કેટિંગ યાર્ડ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખના અભિવાદન સમારોહમાં આગેવાનો, ઉદ્યોગપતિઓ...

હળવદમાં માર્કેટિંગ યાર્ડ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખના અભિવાદન સમારોહમાં આગેવાનો, ઉદ્યોગપતિઓ અને કાર્યકરો ઉપસ્થિત

Advertisement
Advertisement

હળવદમાં માર્કેટિંગ યાર્ડ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખના અભિવાદન સમારોહમાં આગેવાનો, ઉદ્યોગપતિઓ અને કાર્યકરો ઉપસ્થિત

હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે જયેશભાઈ પટેલ તથા હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે યશભાઈ પટેલની વરણી થતાં તેમના સન્માનાર્થે હળવદ ખાતે Shine Cotspin Pvt. Ltd. અને Synnex Cotspin Pvt. Ltd. દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમારોહ દરમિયાન બંને નવનિયુક્ત યુવા આગેવાનોનું સન્માન કરી તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિત જિલ્લા સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિમાં જયેશભાઈ પટેલ અને યશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મોરબી જિલ્લા ડીજીપી વિજયભાઈ જાની, દિવ્યાંગ જશુભાઈ પટેલ, આસ્થા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી બંને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા સાથે હળવદના વિકાસના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા તેમજ ખેડૂતો અને નગરજનોના પ્રશ્નોના નિરાકરણ માટે નવી જવાબદારીઓ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Shine Cotspin અને Synnex Cotspin ગ્રુપ દ્વારા આયોજિત સમારોહમાં મહેમાનો અને આગેવાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને યુવા આગેવાનોના સન્માનથી કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

Most Popular