તક્ષશિલા સંકુલમાં મહિલા દિવસ નિમિત્તે સ્વરક્ષણ તાલિમી અને યોગનિદર્શન યોજાયા
જુડો રમતની વિવિધ ટેકનિક અને મહિલા સશક્તિકરણ માટે ટોક શોનું આયોજન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે યોગાસનના ડેમો, સેલ્ફ ડિફેન્સ ફિટનેસ એક્ટિવિટી અને મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા. આ કાર્યક્રમમાં તક્ષશિલા સ્કૂલ અને કોલેજની 107 થી વધારે વિદ્યાર્થીનીઓ અને મહિલા સ્ટાફે ભાગ લીધો.
આજના સમયમાં મહિલાઓનું શારીરિક અને માનસિક રીતે મજબૂત હોવું અત્યંત અનિવાર્ય છે. આ કાર્યક્રમ દ્વારા નારી શક્તિને જુડો,કરાટે, સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવું એ અંગે જૂડો કોચ પુજાબેન ઓરા અને પ્રકાશ જોગરાણાએ માર્ગદર્શન આપ્યું હતું. સ્કૂલના આચાર્ય અરવિંદભાઈ સોલંકી, સુનિતાબેન રાવલે મહિલા સશક્તિકરણ અંગે માહિતી આપી હતી.શાળાના એમડી ડો. મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરાયા હતાં.


