HomeGujaratહળવદ મંગલમ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ ભારતની સૌથી મોટી STEMQUIZ 4.0 માં ...

હળવદ મંગલમ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ ભારતની સૌથી મોટી STEMQUIZ 4.0 માં નેશનલ કક્ષાએ પસંદ

Advertisement
Advertisement

હળવદ મંગલમ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ ભારતની સૌથી મોટી STEMQUIZ 4.0 માં  નેશનલ કક્ષાએ પસંદ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રસ વધારવાના હેતુથી આયોજિત ભારતની સૌથી મોટી ગણાતી STEMQUIZ 4.0 સ્પર્ધામાં હળવદ સ્થિત મંગલમ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓએ નેશનલ કક્ષાએ પસંદગી મેળવી શાળાનું તેમજ તાલુકાનું નામ રોશન કર્યું છે.ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ STEMQUIZ 4.0 સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે, ટેકનોલોજી પ્રત્યે સમજ વધે અને નવી શોધ તથા સંશોધન માટે પ્રોત્સાહન મળે તે હેતુથી છેલ્લા ચાર વર્ષથી રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે.વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાની દિશામાં રાજ્ય સરકારના સતત પ્રયાસોના પરિણામે STEMQUIZ 4.0 જેવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહી છે. મંગલમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ છેલ્લા અનેક વર્ષોથી આ સ્પર્ધામાં સતત સફળતા મેળવી રહ્યા છે.Online યોજાયેલી આ સ્પર્ધામાં શાળાના પાંચ વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો, જેમાંથી પટેલ હર્ષ દિપકભાઈ અને પટેલ પૂર્વ નિર્દેશભાઈ એ નેશનલ કક્ષાએ પહોંચવાની સિદ્ધિ હાંસલ કરી છે. બંને વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો તથા વાલીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.શાળાના સંચાલક મંડળ તથા આચાર્યએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

Most Popular