HomeGujaratહળવદમાં વેસ્ટર્ન કેરિયર્સ ઇન્ડિયા પ્રા.લિ કંપની દ્વારા નિયમોની ઐસીતૈસી - ગેરકાયદેસર બાંધકામ...

હળવદમાં વેસ્ટર્ન કેરિયર્સ ઇન્ડિયા પ્રા.લિ કંપની દ્વારા નિયમોની ઐસીતૈસી – ગેરકાયદેસર બાંધકામ અંગે જુના દેવળિયા ગ્રામ પંચાયતે કરી કલેકટરને રજૂઆત

Advertisement
Advertisement

હળવદમાં વેસ્ટર્ન કેરિયર્સ ઇન્ડિયા પ્રા.લિ કંપની દ્વારા નિયમોની ઐસીતૈસી – ગેરકાયદેસર બાંધકામ અંગે જુના દેવળિયા ગ્રામ પંચાયતે કરી કલેકટરને રજૂઆત

હળવદ તાલુકામાં વિવિધ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામોને લઈને તંત્રનું ભેદી મૌનને પગલે મોકળું મેદાન મળી ગયું છે અને આ બાંધકામ રોકવામાં તંત્ર વામણું પુરવાર થયું છે ત્યારે જુના દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર  નોટિસ આપીને વેસ્ટર્ન કેરિયર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને ગેરકાયદેસર બાંધકામ રોકવા માટે અને નક્શા સહિતના દસ્તાવેજો રજુ કરવા જણાવાયું છે પરંતુ રાજકીય વગ ધરાવતી કંપનીએ કોઈ દસ્તાવેજો રજુ નહીં કરતા અને શરત ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટરને જુના દેવળિયા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હળવદ તાલુકાના જુના દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા સર્વે નંબર 381/2  જમીન વેસ્ટન કેરિયર ઇન્ડિયા લિમિટેડ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે જે હુકમમાં દર્શાવેલ શરતોનું પાલન કર્યું નથી  જેથી તેની સામે કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા કલેકટરને જુના દેવળિયા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ હુકમ શરત નંબર 13 મુજબ સ્થળ પરનો બાંધકામ સ્થાનિક સ્વરાજની સંસ્થા નિયમો અનુસાર હોવું જોઈએ કંપની અરજદારએ પંચાયતના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે અને જેથી કરીને આ બાંધકામ દૂર કરવા માટે મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ત્યારે બુલડોજર લયને પહોચી જતું તંત્ર વેસ્ટર્ન કેરિયર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા નિયમોની ઐસીતૈસી કરી તેની સામે કાર્યવાહી શુ કરશે અને ક્યારે કામગીરી કરશે તે જોવાનું રહ્યું બીજી ગ્રામ પંચાયત કચેરી દ્વારા નોટિસ આપવા છતાં બાંધકામ કર્યું છે તો શું કોઈ રાજકીય વગ ધરાવતા હોયતો ગમે ત્યાં નિયમોની ઐસીતૈસી કરી બાંધકામ કરવાનો પરવાનો મળી શકે ખરો?

RELATED ARTICLES

Most Popular