રંગીલું હળવદની ટીમે ખેલ મહાકુંભમાં રાસ સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું
મોરબીના હળવદના શાળાની શિક્ષિકા અને ગૃહિણીના ગ્રુપ દ્વારા રાજ્ય સરકારની યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ હસ્તકના કલા મહાકુંભમાં ભાગ લીધો હતો જેમાં ખેડા ખાતે યોજાયેલ કલા મહાકુંભ અંતર્ગતની ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં 16 બહેનોના રંગીલું હળવદ નામની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને (કાનજી ક્યાં રમી આવ્યા રાસ)ને પ્રથમ સ્થાન મળતા આગામી દિવસો આ બહેનોનું રંગીલું હળવદ ગ્રુપ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.ગત તા 5ને નડીયાદ ખાતે જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી ખેડા (નડીયાદ)આયોજિત શ્રી સંતરામ ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઝોન કક્ષાનો કલા મહાકુંભ 21થી 59 એજ ગ્રુપમાં રાસ સ્પર્ધા યોજાઈ હતી,જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા અને ગૃહિણીના ગ્રુપ રંગીલું હળવદ ટીમની બહેનોનો (રાસ કાનજી કયા રમી આવ્યા રાસ)રાસ ગરબાને પ્રથમ સ્થાન મળ્યું હતું જે આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.મોરબીના આ રંગીલા હળવદ ગ્રુપે વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, અમદાવાદ શહેર અને જિલ્લા સહિતની 6 ટીમ મ્હાત આપી પ્રથમ સ્થાન મેળવ્યું હતું વધુમાં કોઈ પણ કોરિયોગ્રાફરની મદ્દદ વિના પોતાની રીતે તૈયાર કરેલા આ રાસમાં હારમોનિયમ અને ઢોલના તાલ અને દુહા છંદના તાલે આં ટીમે ગરબા રમી સ્પર્ધામાં વિજય મેળવતા હળવદ ઉપરાંત મોરબી જિલ્લામાંથી શુભકામનો મળી રહી છે.


