HomeGujaratમોરબીમાં ક્યા ધારાસભ્યના હાય હાયના નારા લગાવીને ગ્રામજનોએ ખરાબ રોડ રસ્તા બાબતે...

મોરબીમાં ક્યા ધારાસભ્યના હાય હાયના નારા લગાવીને ગ્રામજનોએ ખરાબ રોડ રસ્તા બાબતે નારાજગી કરી વ્યક્ત વાંચો

Advertisement
Advertisement

મોરબીમાં ક્યા ધારાસભ્યના હાય હાયના નારા લગાવીને ગ્રામજનોએ ખરાબ રોડ રસ્તા બાબતે નારાજગી કરી વ્યક્ત વાંચો


 

મોરબી જિલ્લામાં ખરાબ રોડ રસ્તાને લઈને ચક્કાજામ કરીને લોકો પોતાની વ્યથા વ્યક્ત કરે છે ત્યારે આજે હળવદના મેરુપર ગામનો રસ્તો વર્ષોથી ખરાબ હોવાનાં કારણે પિડાતા લોકોએ આખરે ધારાસભ્ય અને સાંસદ સભ્યના હાય હાય નારા લગાવીને વિરોધ કર્યો હતો. મોરબી હળવદ હાઇવે પર આવેલા મેરુપર ગામનો રસ્તો આશરે ત્રણ કિલોમીટરનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે અને ગતકાલે મગફળી લઈને ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં પહોંચે તે પહેલા જ પલટી મારી જતા મગફળી ભરેલું ટ્રેક્ટરમા નુકસાન તેમજ મગફળી વેર વિખેર થઈ હતી અને જેને લઈને લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો અને આજે હાય હાયના નારા સાથે વ્યથા વ્યક્ત કરી હતી.મેરુપર ગામની વસ્તી આશરે 2 હજારની આસપાસ છે સાથે જ ત્રણથી ચાર ગામોને જોડતો રસ્તો છે બાજુમાં જ બ્રાહ્મણી ડેમની સિંચાઈ માટેની નર્મદા કેનાલ આવેલી છે અને આ કેનાલની સાઈડમાં જ ડામરરોડ હોવાથી આ રસ્તો સિંચાઈ વિભાગનો કહેવામાં આવી રહ્યો છે જેથી કરીને માર્ગ અને મકાન વિભાગ અને સિંચાઈ વિભાગ એકા બીજાને ખો આપીને કામગીરી નહીં કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો.મેરુ પર ગામના લોકોએ આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ખરાબ રોડ રસ્તાને લઈને સાંસદ ચંદુભાઈ સિહોરા તેમજ ધારાસભ્ય પ્રકાશ વરમોરા , તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોનો હાય હાયના નારા સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને માત્ર મત લેવા જ મતદારોનો ઉપયોગ કરી અને સમસ્યા નિવારણ લાવવામાં નિષ્ફળતાનો આરોપ લગાવ્યો હતો જોકે રોડ બાબતે ધારાસભ્ય પ્રકાશ વરમોરાને બે ફોન કરીને સ્થિતિ જાણવાં માટે પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન કાપી નાખ્યો હતો.

RELATED ARTICLES

Most Popular