HomeGujaratહળવદમાં કમોસમી વરસાદથી નુકસાની સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતોને હાલાકી

હળવદમાં કમોસમી વરસાદથી નુકસાની સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતોને હાલાકી

Advertisement
Advertisement

હળવદમાં કમોસમી વરસાદથી નુકસાની સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતોને હાલાકી

રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને કપાસ,મગફળી, સહિત બાગાયતી પાકોમાં સહિતના તમામ પાકોમાં નુકસાન થયું છે અને જેને લઇ રાજ્ય સરકાર દ્વારા હેક્ટર દીઠ 22 હજારની જાહેરાત રાહત પેેજ તરીકે કરવામાં આવી છે ત્યારે ખેડૂતો રાહત પેકેજનો લાભ મેળવવા માટે વહેલી સવારથી અલગ અલગ કચેરીઓમાં કતારોમાં જોવા મળી રહ્યા છે.હળવદ તાલુકાના કુલ 83 હજાર હેક્ટરમાં ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 31 હજાર ખેડૂત ખાતેદારો તાલુકામાં છે ત્યારે હાલમાં ચાલી રહેલી પાક સહાયની કામગીરીમાં ક્યારેક સર્વર ડાઉન તેમજ દરરોજના 50થી વધુ ફોર્મ ભરાય અને ઢીલી કામગીરી હોવાથી ખેડૂતોને હાલાકી થઈ રહી છે. હળવદ તાલુકાના 67 ગામોમાં 68 જેટલીની ગ્રામ પંચાયત વિસીઈ આઇડીઓ છે પરંતુ તાલુકાના 31 હજાર ખેડૂત ખાતેદારોને 15 દિવસમાં પાક નુકસાનીની સહાય માટે ફોર્મ ભરવાના હોય અને હાલ કામગીરી ઢીલી અને સર્વર ડાઉન હોવાથી ખેડૂતોને હાલાકી પડી રહી છે.હળવદના ચરાડવા ગામે વહેલી સવારે ખેડૂતો ગ્રામ પંચાયત કચેરી ખાતે કતારમાં જોવા મળે છે ત્યારે આજે જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ વિરોધ નોંધાયો હતો અને માત્ર ચરાડવા ગામના  2800થી વધુ ખેડૂત ખાતેદારો છે અને દરરોજના 50થી વધુ ખેડૂતોને ફોર્મ ભરાય છે તો 15 દિવસમાં કામગીરી કેવી રીતે પૂર્ણ થઈ શકે તેને લઈ ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.જોકે હળવદમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારી મહેશ ભાઈ કાચરોલા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પાક નુકસાનીના સહાયનાં વધુ ફોર્મ ભરી શકાય તે માટે એક આઈડી એકથી વધુ જગ્યાએ ખોલીને ખેડૂતોને ઝડપી ફોર્મ ભરાય તેવી કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular